Thursday, October 16, 2014

મેઘાણીની ચારણ કન્યાનો પાકિસ્તાની અવતાર: મલાલા યૂસુફ જઈ..!

દોસ્તો,
આજે દુનિયાભરમાં કોમ,નાત,જાત અને મઝહબના ભેદભાવ ભૂલી જેની વાહ વાહ કરવામાં આવી રહી છે એ મલાલા યૂસુફ જઈની ડાયરીના કદાચ તમે કયારેય નહિ વાંચી શકો તેવા બે અંશો અહી રજુ કરું છું!

બુધવાર, ૧૪ જાન્યુઆરી : "આજે સ્કૂલ જતી વખતે મારો મૂડ જરાયે ઠીક નથી કારણકે આવતી કાલથી શિયાળાનું વેકેશન શરૂ થાય છે. પ્રિન્સીપાલે રજાઓ શરૂ થવાની જાહેરાત તો કરી દીધી છે પણ ફરી વેકેશન ક્યારે ખૂલશે એ નથી કહ્યું, આવું પહેલીવાર થયું છે, દરવખતે વેકેશન શરૂ થવાના સમયેજ સ્કૂલ ખૂલવાની તારીખ પણ કહેવામાં આવતી. અલબત્ત, પ્રિન્સીપાલે તારીખ ન બતાવવાનું કારણ નથી કહ્યું પણ મને લાગે છે કે ૧૫મી થી તાલિબાને છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ લાદ્યો છે એજ કારણ હશે, આ વખતે છોકરીઓમાં રજાઓને લઈને કોઇ ઉત્સાહ જોવા મળતો નથી, કારણ કે એ જાણે છે કે જો તાલિબાનનું ફરમાન લાગુ થઈ ગયું તો પછી એ ક્યારેય સ્કૂલે નહીં જઈ શકે. મને ભરોસો છે કે એક દિવસ સ્કૂલ પાછી ખૂલશે છતાં ઘરે જતાં હું સ્કૂલ ને એ રીતે જોઈ રહી હતી કે કદાચ હવે હું અહીં ક્યારેય નહીં આવી શકું!"

ગુરુવાર, ૧૫ જાન્યુઆરી : "રાત આખી તોપની ધણધણાટી સંભળાતી રહી એટલે રાત્રે ત્રણ વખત મારી ઉંઘ ઊડી ગઈ. પણ સ્કૂલે નહોતું જવાનું એટલે સવારે મોડી દસ વાગ્યે ઉઠી. મારી એક સહેલી આવી અમે ગૃહકાર્યની ચર્ચા કરી. આજે ૧૫મી જાન્યુઆરી છે, આવતી કાલથી તાલિબાનનું ફરમાન લાગુ થવાનું છે પણ મેં અને મારી બહેનપણીએ સ્કૂલના હોમવર્કની એ રીતે વાત કરી જાણે કશું અસામાન્ય બન્યું જ નથી!

આજે છાપાંમાં મેં બીબીસી ઉર્દુમાટે મારી લખેલી ડાયરી વાંચી. મારી અમ્મીને મારું ઉપનામ ’ગુલ મકઈ’ બહુ ગમ્યું, અને એણે મારા પિતાને કહ્યું કે “આપણે આનું નામ બદલીને ’ગુલ મકઈ’ રાખી દઈએ તો?” મને પણ એ સારું લાગ્યું કેમકે મારા અસલી નામનો અર્થ છે ’શોકાતુર વ્યક્તિ’!

મારા પિતાએ કહ્યું કે થોડા દિવસ પહેલાં કોઇ મારી પાસે આ ડાયરીનાં છપાયેલાં પાનાં લઈને આવ્યું હતું અને વખાણ કર્યાં કે બહુ સરસ લખ્યું છે, મારા પિતાએ કહ્યું કે ત્યારે મારી મારે માત્ર સ્મિત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો, હું એમ પણ નહોતો કહી શકું એમ કે આ ડાયરી તો મારી લાડલી દીકરીની લખેલી છે!"

No comments:

Post a Comment